અમારા વિશે
સેવા, સમર્પણ અને આશાનું પ્રવર્તક - અપેક્ષા ફાઉન્ડેશન
અપેક્ષા ફાઉન્ડેશન એ દિવ્યાંગ અને અંધ વ્યક્તિઓ માટે સમર્પિત એક સેવા સંસ્થા છે, જે તેમને સ્વતંત્ર અને સન્માનપૂર્વકનું જીવન જીવવા માટે મદદ કરે છે. અમે આ ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહ્યા છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને રોજગાર તકો ઉપલબ્ધ કરાવી શકાય.
અમારું સ્થાપન અને શરુઆત
2024માં વિશ્વ માતૃ દિવસ, 12 મેના દિવસે, 100 પ્રક્ષાચક્ષુ મહિલાના હસ્તે અલ્પેશ કારેણા દ્વારા અપેક્ષા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. સંસ્થાની શરૂઆત દિવ્યાંગ લોકો માટે એક સમર્પિત સેવા આપવાના નિમિત્તે કરવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સન્માનપૂર્વક જીવન જીવી શકે.

અલ્પેશ કારેણા
(ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી)
૧૧ વર્ષથી દિવ્યાંગ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. ૮૦૦ થી વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પરિક્ષામાં પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. ઘણા દિવ્યાંગ મિત્રોના જીવનમાં અજવાશ પાથર્યો છે. હાલમાં અપેક્ષા ફાઉન્ડેશનમાં ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી પણ બખૂબી નિભાવી રહ્યાં છે.

પ્રકાશ રાજપૂત
( સેક્રેટરી અને ટ્રસ્ટી )
પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં દિવસ રાત દિવ્યાંગ લોકોના હિત માટે કામ કરી રહ્યાં છે. દિવ્યાગ લોકોને સમાજમાં સ્થાન મળે અને સુચારૂ જીવન નિર્વાહ થાય એવાં હેતુથી વર્ષોથી સેવા આપી રહ્યાં છે.

કોમલ રાઠોડ
( ટ્રસ્ટી)
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ મહિલાઓના જીવનમાં પડતી અગવડો દૂર થાય એ વિઝન સાથે કામ કરી રહ્યાં છે. પોતાના અવાજથી લોકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય એવાં અથાગ પ્રયાસ સાથે ફાઉન્ડેશનમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યાં છે.
અમારા પ્રયાસો અને સફળતાઓ
અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા અંધ અને દિવ્યાંગ લોકોને સહાય આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે:




હજારો લોક સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે



દર મહિને અનેક દિવ્યાંગોને રાશન કિટ વિતરણ કરવામાં આવે છે.




દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાયસિકલ, શૈક્ષણિક સહાય આપવામાં આવ્યો છે





100 જેટલી સ્વરોજગાર દિવ્યાંગ કેબિન અર્પણ કરવામાં આવી છે.
